અમદાવાદમાં તોડફોડ થઈ, જાનમાલને નુકશાન

અમદાવાદઃ દેશમાં કેટલાક સમુદાય ને સતત અન્યાયની લાગણી થયા કરે છે, આ ચોક્કસ વર્ગને એસ.સી., એસ.ટી કાયદો નબળો પાડવામાં આવી રહ્યો હોય એવો અહેસાસ થાય છે. ત્યારે શહેર-રાજ્ય અને દેશના કેટલાક લોકો આજે એસ.સી–એસ.ટી કાયદો મજબુત બને અને પોતાના વર્ગને થતા અન્યાય બંધ થાય એની માંગ સાથે માર્ગો પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ શહેરના આંબાવાડી, વાડજ, સી.જી.રોડ, સારંગપુર, ગોમતીપુર જેવા અનેક વિસ્તારોમાં બંધ કરાવવા નિકળી આવેલા ટોળાએ વાહનો ની તોડફોડ કરી હવા પણ કાઢી નાંખી હતી. અચાનક જ એ.એમ.ટી.એસ.,એસ.ટી બસ સેવા, મુસાફરોને લઇ જતા અન્ય પ્રાઇવેટ વાહનો બંધ થતા હજારો લોકો માર્ગો પર અટવાઇ પડ્યા હતા. કાળઝાળ ગરમી અને રસ્તાબંધ ના કારણે ક્યા માર્ગે પોતાના મુકામ સુધી પહોંચવુંં તેની મુંઝવણ થઇ ગઇ હતી. હાલ શહેરના અનેક વિસ્તારો નો વાહન વ્યવહાર તેમજ ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યો છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ માર્ગ પર આવી કાયદો -વ્યવસ્થાને નિયંત્રણમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
તસવીરઃ અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]