‘બેસ્ટ’ બસ હડતાળથી મુંબઈગરાં પરેશાન…

મુંબઈમાં સિવિક ટ્રાન્સપોર્ટ કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના 30 હજારથી વધુ કર્મચારીઓ પગારવધારા સહિતની અનેક માગણીઓના ટેકામાં 8 જાન્યુઆરી, મંગળવારથી બેમુદત હડતાળ પર ઉતરી જતાં લાખો મુંબઈવાસીઓ તકલીફમાં મૂકાઈ ગયાં છે. બસકર્મીઓની હડતાળને કારણે ટેક્સી કે ઓટોરિક્ષા મેળવવામાં લોકોને તકલીફ પડી હતી. ઘણે ઠેકાણે લોકોએ સ્વેચ્છાએ લાઈન બનાવી હતી. ઘણા વિસ્તારોમાં ટેક્સી-રિક્ષા ચાલકો બેફામ રીતે ભાડું ઉઘરાવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા હતા.દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત મુખ્યાલય 'બેસ્ટ ભવન' સૂમસામ


કર્મચારીઓ વિના 'બેસ્ટ ભવન' સૂમસામ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]