ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ બીજિંગમાં…

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ચીનની બિનસત્તાવાર મુલાકાતે ગયા છે. 27 માર્ચ, મંગળવારે ચીનના પાટનગર બીજિંગમાં એમણે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતેની એ મુલાકાત વખતે શી જિનપિંગના પત્ની પેન્ગ લીયૂઆન અને કિમ જોંગ ઉનના પત્ની રાઈ સોલ જુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.