નવી મુંબઈમાં બોગદું ખોદીને બેન્ક લૂંટ…

0
1575
નવી મુંબઈના જુઈનગરમાં લૂંટારાઓ બાજુની એક દુકાનમાંથી ૨૫-ફૂટ લાંબું બોગદું ખોદીને બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના ૨૭ સેફ લોકર્સ તોડીને પાંચથી છ કરોડની કિંમતની રોકડ તથા દાગીના સહિત માલમત્તા લૂંટી ગયાની ચોંકાવનારી ઘટના બની છે. બેન્ક ૧૩ નવેમ્બર, સોમવારે સવારે ખૂલી ત્યારે આ લૂંટનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો. પોલીસે હોલીવૂડની કોઈ ફિલ્મની સ્ટાઈલમાં કરવામાં આવેલી આ લૂંટની ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.