અમદાવાદમાં ક્રિકેટ બેટ્સનું પ્રદર્શનઃ ‘છોટા બેટ બડા સ્કોર’

સામાન્ય રીતે પ્રદર્શન પુસ્તકોનું હોય, વસ્ત્રોનું હોય, ઘરેલુ ચીજવસ્તુઓનું હોય, પણ અમદાવાદમાં આજથી એક અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શહેરના એકદમ પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગરના કોર્પોરેટર રોડને અડીને આવેલા મેઘમણી હાઉસમાં એક વિશિષ્ટ કોન્સેપ્ટ સાથેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન છે ક્રિકેટ બેટ્સનું. આ પ્રદર્શનમાં ક્રિકેટ બેટ અને કળાનું પ્રશંસનીય રીતે મિલન જોવા મળે છે. આ પ્રદર્શનમાં ૨૭૫ બેટ પર સમાજના જુદા જુદા ક્ષેત્રના અગ્રગણ્ય લોકોએ પોતપોતાનાં વિચારો, કળાને રજૂ કર્યાં છે. આવી વ્યક્તિઓમાં ચિત્રકારો, નાટક-ફિલ્મના કલાકારો, મ્યુઝિશિયન, ફેશન-ડિઝાઈનર્સ, ડોક્ટર્સ, નામાંકિત પત્રકારો-લેખકો તેમજ કેદીઓનો સમાવેશ થાય છે. ‘છોટા બેટ બડા સ્કોર’ શિર્ષકવાળા આ પ્રદર્શનનું ઉદઘાટન જાણીતા ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પાંચ નવેમ્બરથી શરૂ થયું છે અને ૧૨ નવેમ્બર સુધી ચાલશે. તદ્દન નવા જ કોન્સેપ્ટથી યોજાયેલા આ પ્રદર્શનના આયોજનમાં મેઘમણી પરિવાર, મંત્રા આર્ટ ગેલેરી યુવા અનસ્પોપેબલે ભારે જહેમત ઉઠાવી છે. આ ‘છોટા બેટ બડા સ્કોર’ પ્રદર્શનની સૌથી મહત્વની વાત એ છે કે આમાં જુદા જુદા પ્રતિષ્ઠિત લોકોમાં ‘ચિત્રલેખા’ પરિવારના પત્રકાર મહેશ શાહના હસ્તલિખિત સંદેશાવાળા બેટને પણ મૂકવામાં આવ્યું છે. (અહેવાલ અને તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]