દશેરાએ ફાફડા-જલેબી નાસ્તાની મજા… જે ખાય એ જ જાણે

નવરાત્રી પર્વનો અંત આવ્યો દશેરાના તહેવાર સાથે. દશેરાની સવાર એટલે ગુજરાત અને ગુજરાતની બહાર વસતા સ્વાદના રસિયા ગુજરાતીઓને મન જલેબી-ફાફડાનો મસ્ત અને Must નાસ્તો. હંમેશની માફક 8 ઓક્ટોબર, મંગળવારે પણ અમદાવાદમાં લોકોએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગ્યાં. સાથે્ પપૈયાની ચટણી પણ... ઠેરઠેર ફરસાણની દુકાનોમાં અને રસ્તાઓ પર તેલ-ઘીમાં ફાફડા-જલેબી બનતાં જોવામાં આવ્યા હતા. અને ફાફડા-જલેબી બનાવવાની તૈયારીઓ ગઈ વહેલી સવારે 3-4 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવી હતી.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]