સોમનાથમાં માતાજીના ગોખમાં સુવર્ણ જડાયું

0
707

સોમનાથઃ સોમનાથ મંદિર ખાતે સભા મંડપમાં આવેલા અંબાજી માતાના ગોખને સુવર્ણથી જડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2017માં સ્પેનમાં રહેતો એક ભારતીય પરિવાર સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યો હતો તે સમયે તેમણે અહીંયા સુવર્ણ દાન આપવાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં પ્રથમ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત કરવામાં આવ્યો છે, ત્યાર બાદ તબક્કા વાર સુવર્ણ કાર્ય શરૂ છે, હાલ સોમનાથ મંદિર ખાતેના કળશોનું સુવર્ણ કાર્ય પણ ચાલી રહ્યું છે, ભક્તો પોતાની મનોકામના અને લાગણી સોમનાથ મંદિરમાં કળશ આપી વ્યક્ત કરતા હોય છે.