અક્ષય કુમારે લખનઉમાં ઉજવ્યો મહિલા દિવસ…

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે 8 માર્ચ, શુક્રવારે નવાબોંના શહેર લખનઉના ગોમતીનગર સ્થિત સહારા શહરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્ત્રીઓને માસિક સ્ત્રાવને લગતી સમસ્યા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આયોજિત રાષ્ટ્રવ્યાપી Run4Niine મેરેથોન દોડના લખનઉ ચરણમાં અક્ષયે હાજરી આપી હતી. આ મેરેથોન અને વોકમાં અક્ષયની સાથે સહારા ગ્રુપના વડા સુબ્રત રાય પણ સામેલ થયા હતા. મેરેથોનમાં 4000 જેટલા લોકો જોડાયા હતા. આ મેરેથોન ભારતના 20 રાજ્યોમાં અને મુંબઈ, કોલકાતા, રાયપુર, દિલ્હી સહિત 500 શહેરોમાં પણ યોજવામાં આવી હતી. મેરેથોન દરમિયાન એણે મહિલા બાઈકર્સ (બાઈકર રાની) દ્વારા આયોજિત એક બાઈકરેલીનો પણ શુભારંભ કરાવ્યો હતો. અક્ષયે નારીશક્તિને સમર્થન આપવા માટે રન4નાઈન મેરેથોન અને બાઈક રેલીમાં ગુલાબી રંગનું ટ્રાઉઝર પહેરીને બાઈક રેલીમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં પીરિયડની તકલીફ વખતે સ્વચ્છતા જાળવવા વિશેની જનજાગૃતિ ફેલાવતી 'પેડમેન' હિન્દી ફિલ્મમાં અક્ષયે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]