આકાશ અંબાણીની શ્લોકા મહેતા સાથે સગાઈ…

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન દેશના હીરાના અબજોપતિ ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે નક્કી થયા છે. આકાશ અને શ્લોકાનો સગાઈ પ્રસંગ 24 માર્ચ, શનિવારે ગોવામાં તાજ હોલીડે વિલેજ હોટેલ ખાતે યોજાઈ ગયો. એ પ્રસંગે આકાશે શ્લોકાને હીરાની ખાસ વીંટી પહેરાવી હતી. સગાઈ પ્રસંગે મુકેશ અંબાણી, એમના પત્ની નીતા તથા માતા કોકિલાબેન અંબાણી સહિત બંને પરિવારનાં 50 જેટલા સભ્યો અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સગાઈની સત્તાવાર પાર્ટી મુંબઈસ્થિત અંબાણીના નિવાસસ્થાન એન્ટિલામાં યોજાશે. શ્લોકા રોઝી બ્લ્યુ ડાયમંડ્સ કંપનીના માલિક રસેલ મહેતા અને મોના મહેતાની નાની દીકરી છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યાં હતાં. શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ શ્લોકાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં એન્થ્રોપોલોજી એટલે કે માનવવંશશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એ શિક્ષણ પૂરું કરી લીધા બાદ શ્લોકા એનાં પિતાની હીરાની કંપનીમાં ડાયરેક્ટર બની. તે ઉપરાંત એ ‘કનેક્ટ ફોર’ નામની સંસ્થાની સંસ્થાપક પણ છે, જે બિનસરકારી સંસ્થાઓને મદદ કરે છે. આકાશ અંબાણી રિલાયન્સ જિઓના બોર્ડ પર છે. આકાશ અંબાણીનાં લગ્નની વાતો છેલ્લા અનેક દિવસોથી જોરશોરથી ચાલી રહી છે. આકાશ અને શ્લોકા આ જ વર્ષમાં લગ્નગ્રંથિથી જોડાય એવી ધારણા છે. આ છે, ગોવાના સગાઈ પ્રસંગની અમુક તસવીરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]