ઐશ્વર્યાએ સિડનીમાં લોન્જિન્સ વોચ સ્ટોરનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને જાણીતી ફેશનેબલ સ્વિસ વોચ બ્રાન્ડ લોન્જિન્સનાં સ્ટોરનું સિડનીમાં ક્વીન વિક્ટોરિયા બિલ્ડિંગમાં ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે લોન્જિન્સના વાઈસ-પ્રેસિડન્ટ જુઆન-કાર્લોસ કેપેલી તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં. ઐશ્વર્યાએ ક્વીન્સ કોમનવેલ્થ ગેમ્સ બેટન સાથે પોઝ આપ્યો હતો. ઐશ્વર્યા લોન્જિન્સની ‘એમ્બેસેડર ઓફ એલિગન્સ’ છે. ઐશ્વર્યા ફ્લોર-લેંગ્થ બ્લેક ગાઉનમાં સુંદર લાગતી હતી. આ ગાઉન ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાએ ડિઝાઈન કર્યો છે અને એની સ્ટાઈલ તૈયાર કરી છે તાન્યા ઘાવરીએ. 44 વર્ષીય ઐશ્વર્યા બચ્ચન તેનાં અભિનેતા-પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યાની સાથે સિડની આવી છે. આજે, પાંચ ફેબ્રુઆરીએ અભિષેકનો 42મો જન્મદિવસ છે અને તેની ઉજવણી કરવા બચ્ચન પરિવાર ઓસ્ટ્રેલિયા આવ્યો છે..

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]