અમદાવાદઃ બિસ્માર રસ્તાનું રીપેરિંગ ચાલુ થયું

0
774

ચોમાસા દરમિયાન અમદાવાદમાં ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રોડ રીપેર કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવ્યા છે. કેટલેક ઠેકાણે તો રોડ પર રીતસર થીગડા મારવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવારની ટકોર કરવામાં આવી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આજે સવારથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જો કે શહેરના અંતરિયાળ વિસ્તારોમાં રોડ હજુ બિસ્માર છે અને હાલમાં થઈ રહેલ કામથી પ્રજા સંતુષ્ઠ નથી. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)