કોલેજીયન બસમાં ઘૂસી જતાં મોત

અમદાવાદઃ શહેરના આર.સી.ટેકનિકલ રોડ નજીકના નિર્માણટાવર-પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે બાઇકચાલક યુવાન સુલભ પટેલ (ઉ.વ.20) ટોરેન્ટ પાવરની બસ સાથે ટકરાઇ જતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતુ. ટોરેન્ટ પાવરની બસ સ્ટાફ સાથે  ચાણક્યપૂરી–આર.સી.ટેકનિકલ રોડ પરથી પસાર થતી હતી તે વેળાએ પેટ્રોલ પંપ નજીક  પૂરપાટ ઝડપે આવતી બાઇક બસના પાછળના ભાગમાં ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. સુલભ પટેલ (ઉ.વ.20) નામનો  કોલેજીયન વિદ્યાર્થી પૂરઝડપે બાઇક હંકારી જીમથી પરત ફરતો હતો તે વેળાએ અકસ્માત સર્જાયો હતો. યુવાનના મોત અને ડિવાઇડર મામલે એકઠા થયેલાં સ્થાનિક લોકોના ટોળાએ ચક્કાજામ કરી દીધો હતો. જોકે પોલીસની સમજાવટથી ટ્રાફિક નિયમિત રીતે ચાલુ થઇ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]