અમદાવાદઃ મેટ્રોની લાઈનમાં ગાબડું

0
738

અમદાવાદઃ શહેરમાં થોડાક જ વરસાદમાં ઠેર ઠેર માર્ગો તુટી ગયા છે. કેટલાક વિસ્તારોમાં નવા જ તૈયાર કરેલા રોડ ધોવાઇ ગયા છે. તાજેતરમાં પડેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.વળી જે વિસ્તારો માંથી મેટ્રો પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે, એવા કેટલાક વિસ્તારો બેટ, તળાવમાં ફેરવાઇ ગયા તો ક્યાંક મોટા ગાબડાં પડ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રસ્તુત તસવીર શહેરના નવરંગપુરા વિસ્તાર થી સરદાર પટેલ સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ જતા માર્ગની છે. જ્યાં મોટો ભૂવો પડ્યો છે સાથે બેરીકેડ પણ આ વિશાળ ખાડામાં ગરકાવ થઇ ગયું હતું.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)