કાંકરિયા કાર્નિવલમાં સરદાર છવાયા…

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે શરુ કરેલો કાંકરિયાનો કાર્નિવલ રુપી મેળાવડો હવે અવનવા આકર્ષણોનું કેન્દ્ર બનતો જાય છે.
25મી ડિસેમ્બર થી શરુ થયેલો કાંકરિયા કાર્નિવલ 31મી ડિસેમ્બર સુધી જાહેર જનતા માણી શકશે. આ કાર્નિવલમાં પ્રજાજનો માટે અવનવા આકર્ષણો તો મુકવામાં આવ્યા જ છે. સાથે  ભારતને આઝાદ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગાંધીજી અને રજવાડાઓને એક કરી દેશને એક સુત્રમાં બાંધનારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓ પણ મુકવામાં આવી છે. એમાંય તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા પછી એને જોવા સમજવાની જીજ્ઞાસા લોકોમાં વધતી જાય છે. જેને ધ્યાનમાં લઇ કાંકરિયા કાર્નિવલમાં પણ સરદાર સાહેબનો સ્ટોલ અને પ્રતિમા મુકવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને ટોચ પર લાવનાર ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપાયજી પણ કાર્નિવલમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
જાણિતા નેતાઓ ની યાદોની ઉપસ્થિતિ, અવનવા રંગબેરંગી આકર્ષણો  સાથે કલાકારોના સ્ટેજ પર્ફોર્મન્સને લોકો ઉત્સાહથી માણી રહ્યા છે.
તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ