અમદાવાદમાં ભાજપના મિડિયા સેન્ટરનું ઉદઘાટન…

 

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમે અમદાવાદમાં પક્ષના બીજા મિડિયા સેન્ટરનું ૨૯ ઓક્ટોબર, રવિવારે ઉદઘાટન કર્યું હતું. આધુનિક સુવિધાઓથી સંપન્ન આ મિડિયા સેન્ટર એસ.જી. હાઈવે પર આવેલું છે. પહેલું મિડિયા સેન્ટર પાટનગર ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલયમાં છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને મિડિયાકર્મીઓ સાથે સંદેશવ્યવહાર રાખવાનું સરળ રહે એટલા માટે આ બીજું મિડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપ એકમના પ્રમુખ જિતુ વાઘાણી તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ).