નવી દિલ્હી- કોંગ્રેસમાં ખજાનચી તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નિમણૂક જાહેર કરવામાં આવી હતી. તે બાદ આજે અહેમદ પટેલે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી તરીકે 24, અકબર રોડ ખાતે સત્તાવાર હોદ્દો ગ્રહણ કરી લીધો હતો. તે સમયની આ તસવીરો છે. આ અવસરે ગુજરાત પ્રભારી અશોક ગહેલોત સહિત અન્ય વરિષ્ઠો પણ ઉપસ્થિત રહી અહેમદ પટેલને અભિનંદન આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પક્ષના ખૂબ વરિષ્ઠ એવા મોતીલાલ વોરાને સ્થાને અહેમદ પટેલ નવા ખજાનચી બન્યાં છે.