રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયાં…

0
634

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા 14 એપ્રિલ, રવિવારે જામનગરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયાં છે. રવિન્દ્રનાં પત્ની રીવાબા જાડેજા એક મહિના અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં. આમ, ભોજાઈ અને નણંદ રાજકીય ક્ષેત્રમાં આમનેસામને આવી ગયાં છે. નયના અપરિણીત છે. જાડેજાનો પરિવાર રાજકોટમાં પણ રહે છે. નયનાબા રાજકોટ શહેરમાં ભાઈ રવિન્દ્રની માલિકીની રેસ્ટોરન્ટ ‘જડ્ડુઝ’નું સંચાલન કરે છે.