અચ્યુત પાલવ યોજિત કેલિગ્રાફી એક્ઝિબિશન…

ભારતની કેલિગ્રાફી કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર સુપ્રસિદ્ધ કેલિગ્રાફર અને ડિઝાઈનર સુલેખનકાર અચ્યુત પાલવ તથા જાણીતાં અરેબિક કેલિગ્રાફી આર્ટિસ્ટ સલ્વા રસુલ યોજિત કેલિગ્રાફી પ્રદર્શન, જેને પાલવે ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ શિર્ષક આપ્યું છે, તે મુંબઈમાં વરલી વિસ્તાર સ્થિત નેહરુ સેન્ટર આર્ટ ગેલેરી ખાતે હાલ ચાલી રહ્યું છે. પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને અભિનેત્રી રત્ના પાઠકનાં હસ્તે ગઈ 6 ફેબ્રુઆરીએ આ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અચ્યુત પાલવ તથા સલ્વા રસુલનાં અનેક અદ્દભુત કેલિગ્રાફી વર્ક્સ જોવા મળે છે. આ એક્ઝિબિશન 12 ફેબ્રુઆરીના સોમવાર સુધી ચાલશે. સમય છે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. કેલિગ્રાફીનાં આર્ટિસ્ટ્સ તથા શોખીનોએ આ પ્રદર્શનની મુલાકાત લેવા જેવી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]