અમેરિકાના અલાસ્કા રાજ્યમાં 7.0નો ભૂકંપ…

અમેરિકાના દક્ષિણ ભાગમાં આવેલા અલાસ્કા રાજ્યમાં 30 નવેમ્બર, શુક્રવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7.0ની નોંધાઈ હતી. ભૂકંપને પગલે દરિયામાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી પણ ઈસ્યૂ કરવામાં આવી હતી, જે બાદમાં રદ કરી દેવાઈ હતી. રાજ્યના સૌથી મોટા એન્કરએજ શહેરમાં રસ્તાઓ ફાટી ગયા હતા. એને કારણે ટ્રાફિક થંભી ગયો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલો નથી. 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ 5.8નો બીજો ભૂકંપ પણ આવ્યો હતો અને ત્યારબાદ અનેક આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ એન્કરએજની ઉત્તર દિશામાં ધરતીમાં 43 કિ.મી. ઊંડે હોવાનું જણાયું હતું. એન્કરએજની વસ્તી ત્રણેક લાખ લોકોની છે. ભૂકંપના આંચકાએ તેના કેન્દ્રબિંદુથી લઈને આશરે 50 કિ.મી. સુધીના વિસ્તારોને ધ્રૂજાવી દીધા હતા. ટીવી સ્ટેશનો બંધ થઈ ગયા હતા. અનેક મકાનોમાં દીવાલો અને ફ્લોર પર તિરાડો પડી હતી. ડરના માર્યા લોકો ઘર કે ઓફિસોમાંથી રસ્તા પર ઉતરી ગયા હતા. અનેક મકાનો અને રસ્તાઓને ઘણું નુકસાન થયું છે. ઘણા પૂલ બંધ કરી દેવામાં આવ્યા છે. અલાસ્કામાં 1964માં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


httpss://twitter.com/sarahh_mars/status/1068569322434351104

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]