માનપુરના ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ

પવિત્ર ગણાતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા વિશેષ દાનપુણ્ય, કથા શ્રવણ, તેમજ પ્રાચીન મંદિરોમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે અંબાજી નજીક અરવલ્લીની પર્વતમાળામાં માનપુર ખાતે આવેલા ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે હાલ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. માનવામાં આવે છે કે આ ભદ્રકાળી માતાના મંદિરે અઘોરી સાધુઓ અનેક વખત જપતપ કરી પોતાની સાધના સિધ્ધ કરી છે, અને આજે પણ જે ભક્તો સાચી શ્રદ્ધાથી આ ભદ્રકાળી માતાના મંદિરે આવી શીશ નમાવે છે તેની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. સુરતના એક જરીવાલા પરિવારના રવિભાઈ જરીવાલા આસ્થા વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે ભદ્રકાળી મંદિરે દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી છે, ને શુન્યમાંથી સર્જન થયું હોય તેમ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. (અહેવાલ અને તસ્વીર- ચિરાગ અગ્રવાલ)