૮મા થિયેટર ઓલિમ્પિક્સનું મુંબઈ ચરણ…

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) આ મહિનાના અંત ભાગમાં આઠમા થિયેટર ઓલિમ્પિક્સનું આયોજન કરશે. આ કાર્યક્રમના મુંબઈ ચેપ્ટરનું આયોજન એનએસડી અને મહારાષ્ટ્રના ડાયરેક્ટોરેટ ઓફ કલ્ચરલ અફેર્સના સહયોગમાં કરવામાં આવશે. મુંબઈમાં 16 માર્ચ, શુક્રવારે આયોજિત પત્રકાર પરિષદમાં નેશનલ સ્કૂલ ડ્રામા (રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય)ના ડાયરેક્ટર વામન કેન્દ્રેએ જણાવ્યું હતું મુંબઈમાં યોજાનાર શોમાં શબાના આઝમી, પરેશ રાવલ, મનોજ જોશી, હિમાની શિવપુરી, સીમા બિસ્વાસ, સૌરભ શુક્લા જેવા ખ્યાતનામ રંગભૂમિ અને ફિલ્મ કલાકારો હાજરી આપશે. મુંબઈમાં 24 માર્ચથી 28 પરફોર્મન્સ યોજાશે. સમગ્ર થિયેટર ઓલિમ્પિક શોનું સમાપન 8 એપ્રિલે થશે. આ ગ્લોબલ થિયેટર ફેસ્ટિવલની આઠમી આવૃત્તિ મુંબઈ સહિત ભારતના 17 શહેરોમાં યોજવામાં આવશે. એમાં કુલ 450 શોનું આયોજન થશે અને 25 હજારથી વધુ કલાકારો ભાગ લેશે. થિયેટર ઓલિમ્પિક્સનો આરંભ 1993માં ગ્રીસમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1999માં જાપાન, 2001માં રશિયા, 2006માં તૂર્કી, 2010માં સાઉથ કોરિયા, 2014માં ચીન અને 2016માં પોલેન્ડમાં યોજવામાં આવ્યો હતો. આઠમી આવૃત્તિનો થીમ છે ‘ફ્લેગ ઓફ ફ્રેન્ડશિપ’ (મિત્રતાનો ધ્વજ). (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]