ઈન્ડોનેશિયામાં ભૂકંપ, સુનામીમાં મરણાંક વધીને 832…

ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી આફતમાં થયેલા મરણનો આંક વધીને 832 થયો છે. ગયા શુક્રવારે ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 7.5નો ભૂકંપ આવ્યો હતો અને દરિયામાં 6 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળ્યા હતા. સુલાવેસીના પાલુ શહેરમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. આ શહેરમાં લગભગ સાડા ત્રણ લાખ લોકોની વસ્તી છે. આ કુદરતી આફતોમાં ઓછામાં ઓછા 540 જણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.