મુંબઈમાં કિંગ્સ સર્કલસ્થિત ષણ્મુખાનંદ હોલ ખાતે 24 એપ્રિલ, મંગળવારે ૭૬મા માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિદિવસ નિમિત્તે દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સ્વ. સંગીતકાર દીનાનાથનાં પુત્રી અને જાણીતાં પાર્શ્વગાયિકા આશા ભોસલે તથા અન્ય પરિવારજનો ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. લતા મંગેશકરની તબિયત ઠીક ન હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. દીનાનાથ મંગેશકર પ્રસિદ્ધ મરાઠી નાટ્યસંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતજ્ઞ હતા. ઉપરની તસવીરમાં આશા ભોસલે એમનાં બહેનો – મીના મંગેશકર અને ઉષા મંગેશકરની સાથે છે.
આશા ભોસલેને માસ્ટર દીનાનાથ જીવનગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં. આશાજીને 75 વર્ષની પ્રદીર્ઘ કારકિર્દી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.