સીમાંચલ એક્સપ્રેસ બિહારમાં પાટા પરથી ખડી પડી…

બિહારના જોગબની અને નવી દિલ્હી વચ્ચે દોડતી જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રે ટ્રેનના દિલ્હી જતી હતી ત્યારે એનાં 9 ડબ્બા 3 ફેબ્રુઆરી, રવિવારે વહેલી સવારે બિહારના પાટનગર પટનાથી આશરે 30 કિ.મી. દૂર, વૈશાલી જીલ્લામાં આવેલા હાજીપુર નજીકના સહાદાઈ બુઝુર્ગમાં પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછાં 7 જણનાં મોત નિપજ્યાં છે જ્યારે બીજાં અનેક જણ ઘાયલ થયા છે. આ દુર્ઘટના આજે વહેલી સવારે લગભગ 3.58 વાગ્યે થઈ હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]