તે ધારાસભ્યોએ શપથ લીધાં…

ગાંધીનગર– ૧૪મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોનો ધારાસભ્ય તરીકેનો શપથગ્રહણ અગાઉ યોજાઇ ગયો હતો. જોકે આ સમારોહમાં બાકી રહેલા ધારાસભ્યોને આજે ગાંધીનગરમાં કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબહેન આચાર્યએ તેમની ચેમ્બરમાં શપથ લેવડાવ્યાં હતાં.સ્વર્ણિમ સંકુલ-ર, ગાંધીનગર ખાતે કાર્યકારી અધ્યક્ષની ચેમ્બરમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભાવનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વિભાવરીબહેન દવેએ ધારાસભ્ય તરીકેના હોદ્દાના શપથગ્રહણ કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]