બીજા નોરતે ગુજરાતના યુવા ગાયક પ્રહર વોરા અને સંપદા વોરાએ ધૂમ મચાવી

0
801
ગાંધીનગરઃ ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે બીજા નોરતે ગુજરાતના યુવા ગાયક પ્રહર વોરા અને સંપદા વોરાએ ધૂમ મચાવી હતી. શાસ્ત્રીય રાગ પર આધારિત અને આપણા પરંપરાગત ગરબા ખેલૈયા અને હજ્જારો પ્રેક્ષકોએ મન ભરીને માણ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્ર્સિંહ ચાવડા, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષભાઈ દવે અને ગુજરાતના વન વિભાગના વરિષ્ઠ અધિકારી અગ્રવાલ સાહેબ, ગાંધીનગરની સ્વૈચ્છિક સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.