ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન
તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નગરો-મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે.
રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહી.મુખ્યપ્રધાને રાજ્યની ૧૬ર
નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસકામો માટે રૂ. બે હજાર
કરોડની રકમના ચેક અર્પણ કર્યાં હતા.
એક જ સ્થળેથી 2,000 કરોડની વહેંચણી….
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]