ભણતરની આવડતને ખેડૂતો-ખેતરો સુધી પહોંચાડો

બનાસકાંઠાઃ દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ ઓ. પી. કોહલીના અધ્‍યક્ષસ્‍થાને કૃષિ યુનિવર્સિટીનો ૧૪મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, અહીંથી મેળવેલ જ્ઞાન અને આવડતને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડી વિકસીત અને સમૃદ્ધ રાષ્‍ટ્ર નિર્માણના યશભાગી બનીએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ અપાર મહેનત, ખંત, નિષ્‍ઠા અને સમર્પણભાવથી શૈક્ષણિક કાર્ય સંપન્ન કરી જે ડિગ્રી મેળવી છે તેનો સમાજ વિકાસ અને રાષ્‍ટ્ર વિકાસ માટે ઉપયોગ કરીએ.