100 મોબાઈલ ડિસેલિનેશન યુનિટની ભેટ મળશે

અમદાવાદ– ઇઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઇઝરાયેલની  સિંચાઇ અને ગ્રીન હાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કમ્પની નેટાફિમના સીઈઓ રન મૈદનની મુલાકાતમાં તેમણે આ ભેટ આપવાની  વિગત આપી હતી. સીએમ રુપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિક્ષેત્રમાં ગેઇમ ચેંજર અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ એગ્રિકલ્ચર તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની મુલાકાતવેળાએ ઇઝરાયેલ દ્વારા 2 મોબાઈલ ડિસેલિનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યાં હતાં.