મુંબઈમાં CSMT સ્ટેશન પર લોકલ ટ્રેન ડેડ એન્ડ સાથે ટકરાઈ…

0
748
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનના નંબર-1 પ્લેટફોર્મ પર 26 એપ્રિલ, શુક્રવારે સવારે હાર્બર લાઈનની એક લોકલ ટ્રેન બફર સાથે અથડાઈ ગઈ હતી. એ ટ્રેન બેલાપુરથી સીએસએમટી સ્ટેશને આવી હતી. નસીબજોગે અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નહોતી. ટ્રેનની સ્પીડ ઓછી હતી તેથી મોટો અકસ્માત થયો નહોતો. મોટરમેને ઈમરજન્સી બ્રેક દબાવી દેતાં ટ્રેનના ડબ્બાને ઝટકો લાગ્યો હતો, પણ લોકોમાં ગભરાટ જરૂર ફેલાઈ ગયો હતો. આ અકસ્માત સવારે લગભગ 11.30 વાગ્યે બન્યો હતો. એને કારણે હાર્બર લાઈન પરની ટ્રેનસેવા થોડીક મોડી પડી હતી.