શ્વેતા બચ્ચને ફેશન શોમાં રેમ્પવોક કર્યું…

અમિતાભ બચ્ચનના પુત્રી શ્વેતા બચ્ચન-નંદાએ મુંબઈમાં 25 માર્ચ, સોમવારે જાણીતા ફેશન ડિઝાઈનરો અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા આયોજિત ફેશન શોમાં એમનાં વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું. બોલીવૂડ નિર્માતા કરણ જોહરે પણ રેમ્પ વોક કર્યું હતું.