આગામી લક્મે ફેશન વીક માટે ઓડિશન્સ…

0
2425
આગામી લક્મે ફેશન વીક વિન્ટર/ફેસ્ટિવ-2018 માટે ફીમેલ મોડેલ ઓડિશન્સનું 28 જૂન, ગુરુવારે, મુંબઈમાં સેન્ટ રેગીસ હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધક મોડેલ્સ ઓડિશન્સ માટે હાજર થઈ હતી. ઓડિશન્સ માટેની જજ તરીકે અભિનેત્રી સોફી ચૌધરી (નીચેની તસવીરમાં)ને પસંદ કરવામાં આવી હતી. લક્મે ફેશન વીક વિન્ટર/ફેસ્ટિવ-2018નું આવતી 22 ઓગસ્ટથી મુંબઈમાં સેન્ટ રેગીસ હોટેલ ખાતે આયોજન કરવામાં આવશે, જે આ ફેશન શોની 38મી આવૃત્તિ હશે અને તે પાંચ દિવસ સુધી ચાલશે.