મુંબઈના અંધેરીમાં એક્સક્લુઝિવ પ્રદર્શન – વર્લ્ડ ઓફ ફિશ

0
1648
મુંબઈના અંધેરી (વેસ્ટ) ઉપનગરસ્થિત ભવન્સ કોલેજના ભવન્સ નેચર એન્ડ એડવેન્ચર સેન્ટર ખાતે અનોખા રૂપ, રંગ અને કદની માછલીઓનું પ્રદર્શન 'વર્લ્ડ ઓફ ફિશ' યોજવામાં આવ્યું છે. પાંચ જૂનથી શરૂ થયેલું આ પ્રદર્શન 9 જૂન સુધી ચાલુ રહેશે. એ માટેનો સમય છેઃ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. આ પ્રદર્શનમાં 2000થી વધુ માછલીઓ, દુર્લભ જાતિનાં પક્ષી અને સર્પ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. (તસવીરોઃ દીપક ધુરી)