GalleryNews & Event ‘બ્રાઈટ’ના પ્રચાર માટે વિલ સ્મિથ મુંબઈમાં… December 19, 2017 નેટફ્લિક્સની ‘બ્રાઈટ’ ફિલ્મનો 18 ડિસેમ્બર, સોમવારે મુંબઈમાં પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ ફિલ્મના પ્રચાર માટે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં હોલીવૂડ સ્ટાર અને આ ફિલ્મમાં આફ્રિકન-અમેરિકન પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા કરનાર વિલ સ્મિથ એનાં સહ-કલાકારો – નૂમી રાપેશ અને જોએલ એડગર્ટન તથા દિગ્દર્શક ડેવિડ એયર સાથે ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વિલ સ્મિથે સ્ટેજ પર ભારતીય ડાન્સની એક ઝલક બતાવી હતી. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સ્ટ્રીમિંગ સેવા પર પ્રસ્તુત કરવામાં આવશે. ‘બ્રાઈટ’ નેટફ્લિક્સનું સૌથી મોટું નિર્માણ છે. (તસવીરોઃ દીપક ધુરી) વિલ સ્મિથ અને જોએલ એડગર્ટન વિલ સ્મિથ (ડાબેથી જમણે) વિલ સ્મિથ, નૂમી રાપેશ, જોએલ એડગર્ટન અને દિગ્દર્શક ડેવિડ એયર રકુલપ્રીત સિંહ ગાયિકા શિલ્પા રાવ નીતૂ ચંદ્રા અભિનેત્રી પૂજા હેગડે