ઈવાન્કા ટ્રમ્પનું મિશનઃ પૂર્ણિમા અમદાવાદમાં

નેશનલ યુ.એસ. ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના ડેનેવર, કોલોરાડોથી ખાસ વિઝિટે આવેલાં પૂર્ણિમા વોરિઆ અમદાવાદના ખાસ મહેમાન બન્યાં હતાં. પૂર્ણિમા વોરિઆ કે જેઓ યુ.એસ.ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના ફાઉન્ડર અને સીઇઓ છે. એમણે ઇવાન્કા ટ્રમ્પનું ખાસ મિશન પોતાના હસ્તક લીધું છે, હાલ આ ખાસ મિશનને પુરુ કરવા માટે ભારતમાં આવ્યાં છે. ભારતમાં જુદા જુદા લોકોને મળીને પૂર્ણિમાએ અમેરિકામાં ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ માટેની તકો વિશે વાત કરી હતી. ભારત અને અમેરિકા એકબીજા સાથે અનેક રીતે જોડાયેલા છે. ઘણાં ભારતીય મૂળના લોકો અમેરિકામાં છે. ભારત એકદમ પ્રગતિ કરતો દેશ છે, ત્યારે વેપાર-વાણિજ્ય-ઉત્પાદન અમેરિકામાં ક્યાં, કેવી રીતે થઇ શકે એ વિષય પર પૂર્ણિમાએ ભાર મૂક્યો હતો. પ્રસ્તુત તસવીરમાં યુ.એસ.ના પૂર્ણિમા વોરિઆ અને યુએસઆઇઆઇસીના જગત શાહ નજરે પડે છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)