રન ટુ ગિવ..સંસ્થા સહાયનો હેતુ

અમદાવાદ :  કોર્ટયાર્ડ મેરિયોટના ઈન્ટરનેશનલ ‘ટેક કેર‘ પ્રોગ્રામના  નેજા હેઠળ  યોજાયેલ 3 કી.મી.ની ‘રન ટુ ગીવ  2018’  નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના ઉત્સાહી લોકો સામેલ થયા હતા. આ ચેરિટી દોડનુ આયોજન 23 સપટેમ્બરના રોજ એશિયા પેસિફિકના 240 સ્થળોએ એક સાથે કરાયુ હતું. આ વર્ષે  અમદાવાદથી મોરિયોટની 4 પ્રોપર્ટીઝ આ પ્રયાસમાં  ભંડોળ ઉભું કરવા સંયુક્તપણે સામેલ થઈ હતી. આ વર્ષે  એકત્ર થયેલાં નાણાં  રક્તપિત્તથી અસરગ્રસ્ત લોકોનુ જીવન સુધારવા  માટે કામ કરતી  ચેન્નાઈની રાઈઝીંગ સ્ટાર આઉટરીચને સંસ્થાને સહાય કરવામાં આવશે.

એશિયા પેસિફિકમાં મેરિયોટ ઈન્ટરનેશનલના કન્સેપ્ટ મુજબ રિવરફ્રન્ટ ફ્લાવર  પાર્કથી શરૂ થયેલી 3 કી.મી.ની  આ દોડમાં  સામેલ થઈને પોતાનુ યોગદાન આપવા દરેકને આમંત્રણ અપાયુ હતું. દોડમાં સામેલ થયેલી દરેક વ્યક્તિને સર્ટિપિકેટ આપવામાં આવ્યું હતું.વર્ષ 2014માં શરૂ કરવામાં આવેલી  ‘રન ટુ ગીવ’  માં દર વર્ષે હોટલના એસોસિએટ  વિવિધ શહેરોમાં  આ દોડનું આયોજન કરે છે અને મેરિયોટ હોમમાં વસતા રક્તપિત્તથી અસર પામેલા લોકોને સીધી સહાય કરે છે.