ઐશ્વર્યા ‘સ્માઈલ ટ્રેન’ બ્રાન્ડ એમ્બેસેડર…

0
1373
બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન ‘સ્માઈલ ટ્રેન’ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને એણે મુંબઈમાં સ્માઈલ ટ્રેન ઈન્ડિયા કાર્યક્રમ દરમિયાન હાજરી આપી હતી. સ્માઈલ ટ્રેન એક આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થા છે જે બાળકોની મફતમાં ક્લેફ્ટ સર્જરી કરાવી આપવામાં (જેમના હોઠ ચિરાઈ ગયા હોય અથવા જન્મથી જ ફાટેલી અવસ્થામાં હોય એની સર્જરીમાં) મદદરૂપ થાય છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં પાંચ લાખ બાળકોની ક્લેફ્ટ સર્જરી કરાવી આપી છે. ઐશ્વર્યા રાય આ સંસ્થા સાથે લગભગ ચાર વર્ષથી સંકળાયેલી છે. એણે 100 બાળકોની ક્લેફ્ટ સર્જરી કરાવવામાં આ સંસ્થાને મદદ કરી છે.