રાહુલે જલિયાંવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી…

જલિયાંવાલા બાગ હત્યાકાંડની 13 એપ્રિલ, શનિવારે 100મી વરસી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમૃતસરસ્થિત જલિયાંવાલા બાગ સ્મારક ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બ્રિટિશ શાસન દરમિયાન આઝાદીની ચળવળ વખતે 1919ની 13 એપ્રિલે જનરલ રેજીનાલ્ડ ડાયરના આદેશને પગલે જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો. એમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત સેંકડો જણ માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ગોળીથી બચવા માટે ઘણા લોકોએ બાગમાં આવેલા કૂવામાં ઝંપલાવી દેતાં એમનું મરણ થયું હતું. એ દિવસે જલિયાંવાલા બાગમાં ડાયરના જવાનોએ 1650 ગોળીઓ ચલાવી હતી. ભારત દેશ દર વર્ષે એ ઘટનાની વરસી મનાવે છે. રાહુલે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને દર્શન પણ કર્યા હતા.