રાહુલ ગાંધી વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં…

0
832
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તથા એમના માતા સોનિયા ગાંધી, તથા કોંગ્રેસના ટોચના નેતાઓએ 2 ઓક્ટોબર, મંગળવારે ગાંધીજયંતી નિમિત્તે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ ગામ ખાતેના ગાંધીઆશ્રમ સેવાગ્રામ બાપુ કુટીની મુલાકાત લીધી હતી. સૌએ ત્યાં પ્રસાદ લીધો હતો અને જમીને પોતપોતાના વાસણો જાતે ધોઈ નાખ્યા હતા. રાહુલે 1986માં એમના સ્વ. પિતા રાજીવ ગાંધીએ આશ્રમમાં રોપેલા છોડ, જે હવે એક વૃક્ષ બની ગયું છે, તેની બાજુમાં જ એક છોડ રોપ્યો હતો. સેવાગ્રામમાં કોંગ્રેસે તેની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કર્યું છે. સૌ નેતાઓએ ગાંધીઆશ્રમમાં એક સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.