સિક્કીમમાં પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેંબર, સોમવારે સિક્કીમ રાજ્યમાં પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટ શિલાન્યાસ કરાયાના 9 વર્ષે શરૂ કરાયું છે. આ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઈટ્સ ઓક્ટોબરથી શરૂ કરાશે. સિક્કીમમાં આ પહેલું અને ભારતનું 100મું એરપોર્ટ છે. ઉદઘાટન પ્રસંગે સિક્કીમના મુખ્ય પ્રધાન પવન ચેમલિંગ, કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત હતા.