ટીવી અભિનેત્રી મોહિના કુમારીનાં રિસેપ્શનમાં પીએમ મોદી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 નવેંબર, ગુરુવારે નવી દિલ્હીમાં ટીવી સિરિયલોની અભિનેત્રી મોહિના કુમારી સિંઘનાં લગ્નનાં રિસેપ્શનમાં હાજરી આપી હતી. મોહિનીએ સુયશ રાવત સાથે ગઈ 14 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. મોહિનીએ વડા પ્રધાન મોદી સાથે સેલ્ફી તસવીરો પણ લીધી હતી. મોહિની કુમારી 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સિરિયલમાં કીર્તિ સિંઘાનિયાની કરેલી ભૂમિકા માટે વધારે જાણીતી થઈ છે.