પીએમ મોદી દ્વારા લાલ કિલ્લા પર ધ્વજવંદન…

15 ઓગસ્ટ, બુધવારે દેશના 72મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ દેશને સંબોધિત કર્યો હતો. મોદીએ આ પાંચમી વખત વડા પ્રધાન તરીકે લાલ કિલ્લા ખાતેથી ધ્વજવંદન કર્યું અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. 2019 લોકસભાની ચૂંટણી પૂર્વે એમનું આ આખરી ભાષણ હતું. ભાષણ પૂરું કર્યા બાદ વડા પ્રધાન વહેલી સવારથી લાલ કિલ્લા ખાતે ઉજવણી કાર્યક્રમ માટે આવેલા બાળકો પાસે જઈ એમને મળ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા. સવારે, લાલ કિલ્લા ખાતે પહોંચતા પહેલાં વડા પ્રધાન રાજઘાટ ખાતે ગયા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સમાધિસ્થળે દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.