નવી મુંબઈમાં નવી રેલવે લાઈનનું ઉદઘાટન…

0
1222
મુંબઈની પડોશના નવી મુંબઈમાં નેરુલ-સીવૂડ્સ-દારાવે બેલાપુર-ખારકોપર નવી ઉપનગરીય રેલવે લાઈનનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા 11 નવેમ્બર, રવિવારે ઉદઘાટન કરવામાં આવ્યું. બંને નેતાએ ખારકોપર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીને EMU (લોકલ) ટ્રેનને રવાના કરી હતી. આ ટ્રેન સેવા આજથી જનતા માટે શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તાર નવી મુંબઈ સૂચિત એરપોર્ટથી નજીકમાં હોવાથી ભવિષ્યમાં આ રેલવે લાઈનથી લોકોને ઘણી રાહત થશે. આ માર્ગ પર MEMU ટ્રેન સેવાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે.

પેણ રેલવે સ્ટેશને નવી શરૂ કરાયેલી, ફૂલોથી શણગારેલી MEMU ટ્રેન