વડા પ્રધાન મોદીની બીજી ઈનિંગ્ઝનો આરંભ…

0
912
નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે 30 મે, ગુરુવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજવામાં આવેલા ભાજપ-એનડીએ સરકારની બીજી મુદતના શપથવિધિ સમારોહ વખતે હજારો આમંત્રિત મહેમાનોની હાજરી હતી. મોદી બાદ એમની સરકારમાં સામેલ થનાર પ્રધાનોએ પણ શપથ લીધા હતા, જેમાં ભાજપપ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી તથા અન્યોનો સમાવેશ થાય છે.