‘માતા, બાળ મરણ રોકવા મહારાષ્ટ્ર સરકાર પ્રતિબદ્ધ’…

મહારાષ્ટ્રનાં મહિલાઓ અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન પંકજા મુંડેએ સ્ત્રીરોગ તથા પ્રસુતિશાસ્ત્રના નિષ્ણાતોનાં એસોસિએશન દ્વારા ૧૮ નવેમ્બર, શનિવારે મુંબઈના પરેલ વિસ્તારમાં આયોજિત ‘ફેમ-૨૦૧૭’ કાર્યક્રમમાં આરોગ્યવિષયક લોગો ‘માન્યતા’ તથા પ્રસતિકાળ દરમિયાન માતાનાં આરોગ્યની લેવી જરૂરી કાળજી વિષયક માહિતી દર્શાવતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે પંકજા મુંડેએ કહ્યું હતું કે માતા, બાળ મૃત્યુનું વધતું જતું પ્રમાણ રોકવા માટે મહારાષ્ટ્રમાં કુપોષણ-મુક્તિ માટે રાજ્ય સરકાર વ્યાપક પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પૂનમ ધિલોને પણ હાજરી આપી હતી.