‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન લોન્ચ કરાઈ…

0
1062
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત અને સોની ટીવી પર પ્રસારિત કરાતા લોકપ્રિય એવા રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવી, 11મી સીઝનને 13 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ લોન્ચ કરવામાં આવી હતી. એ પ્રસંગે અમિતાભ બચ્ચને મિડિયાકર્મીઓને સંબોધિત કર્યા હતા અને તસવીરકારોને પોઝ આપ્યા હતા. કેબીસી-11 શો 19 ઓગસ્ટથી સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.


એક સવાલના જવાબમાં અમિતાભે કહ્યું કે એમના પત્ની જયા બચ્ચન અત્યાર સુધી કેબીસીનો એકેય એપિસોડ ચૂક્યાં નથી, બધું કામ છોડીને એ કેબીસી જોવા બેસી જાય છે. એવી જ રીતે, એમની પુત્રવધુ, અભિનેત્રી ઐશ્વર્યા અને પુત્રી શ્વેતા નંદા એમનાં ફૂરસદના સમયમાં આ ગેમ પોતપોતાનાં ઘરમાં રમે છે.


આ શો 19 વર્ષથી ચાલે છે માત્ર એક જ - ત્રીજી સીઝનને બાદ કરતાં તમામ 18 સીઝનને અમિતાભે જ હોસ્ટ કરી છે.