‘ઈન્ટરવ્યૂ પ્રિપરેશન ગાઈડ’ પુસ્તકનું વિમોચન

0
1180

ગાંધીનગરના વરિષ્ઠ પત્રકાર અને બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિન વ્યાસની પાયલોટ પુત્રી કેપ્ટન હિરલ વ્યાસે એક પુસ્તક લખ્યું છે, જે ‘ઈન્ટરવ્યૂ પ્રિપેરેશન ગાઈડ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના વિમોચન પ્રસંગ્રે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રિતી અદાણી, ટ્રસ્ટી શિલિન અદાણી. અદાણી ગ્રુપના સિક્યુરિટી હેડ વી.એસ. ચંદ્રાવત, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પી.એન. રોય ચૌધરી તથા એએસડીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.એસ. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. કેપ્ટન હિરલ વ્યાસ પાયલોટ હોવા સાથે સોફ્ટ સ્કીલ ટ્રેઈનર અને મોટિવેશનલ સ્પીકર પણ છે. આ સાથે તેઓ કારકિર્દી માર્ગદર્શક અને લેખિકા છે. કેપ્ટિન હિરલ વ્યાસે વર્ષ 2014માં ‘એરક્રાફટ ટેકનિકલ કવેશ્વયન બુક’ નામનું પુસ્તક લખ્યું હતું. જે પાયલોટ બનવા માગતા હોય તેવા યુવાઓ માટે પાયાની ટેકનિકલ માહિતી પુરી પાડતું બની રહ્યું છે.