અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ શરૂ, રૂપાણીએ પતંગ ચગાવી…

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉતરાયણનો પતંગ ઉત્સવ સામાજિક સમરસતા અને સૌહાર્દ સાથે આનંદ ઉલ્લાસનો ઉત્સવ બની રહે તેવું પ્રેરક આહવાન કર્યું છે. તેમણે કહ્યુ કે સૂર્યનારાયણની ઉર્ધ્વગતિ જેમ રાજ્યની વિકાસ યાત્રા માટે પણ સ્કાય ઇઝ ધ લિમિટ બની રહે તેવી નેમ રાખી છે.( તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ) મુખ્યપ્રધાને નવરાત્રી અને પતંગોત્સવ ગુજરાતની વિશેષ ઓળખ બન્યા છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતા છે એમ પણ જણાવ્યું હતું. અમદાવાદના રીવરફ્રન્ટ પર શરૂ થયેલ પતંગોત્સવમાં 44 દેશના 18 રાજ્યોના 245થી વધુ પતંગબાજો અને ગુજરાતના 290થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે.મુખ્યપ્રધાન રૂપાણીએ પતંગ ચગાવી…
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ પતંગપ્રેમીઓની સાથે મળીને ઉમંગ-ઉલ્લાસથી પતંગ ઉડાડવાની મોજ માણી હતી. રૂપાણી ખુલ્લી જીપમાં સૌ પતંગપ્રેમીઓ વચ્ચે પહોંચી ગયા હતા અને જાતે પતંગ ઉડાવી હતી.