મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું વિમોચન…

'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટકે મુંબઈના જુહૂ બીચ પર અનેક વર્ષોથી મોર્નિંગ વોક પર જતી વખતે પાડેલી એક એકથી અદ્દભુત તસવીરોનાં સંગ્રહની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 16 નવેંબર, શનિવારે મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન જાણીતા અભિનેતાઓ મનોજ જોશી અને દિલીપ જોશી દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યું હતું. મંચ પર મૌલિક કોટક, મનન કોટક સાથે 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડના ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહ તથા અન્ય આમંત્રિત મહેમાનો.


‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક સિદ્ધહસ્ત ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફી માટે ૧૭ વર્ષની ઉંમરે ‘સર ઈબ્રાહિમ રહિમતુલ્લા એવોર્ડ’ જીતનારા મૌલિકભાઈના ફોટોગ્રાફ્સ ‘ચિત્રલેખા’, ‘બીજ’, ‘જી’ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં પ્રગટ થતા રહ્યા છે.


‘લાઈફ ઓન જુહૂ બીચ’ પુસ્તક વિમોચન પ્રસંગે ફિટનેસ ટ્રેનર મિકી મહેતા, ગાયક પાર્થિવ ગોહિલ અને એમના પત્ની માનસી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના લલિત શાહ, હેમરાજ શાહ, આસિતકુમાર મોદી, લાલુભાઈ અને રૂપા 'બાવરી', પુસ્તકના પ્રકાશક પંકજભાઈ સહિત અનેક નામાંકિત મહેમાનોએ હાજરી આપી હતી.


આ પ્રસંગે મૌલિક કોટકે કહ્યું કે, 'અમારા ઘરની સામે જ જુહૂ બીચ હોવાથી મને રોજ સવારે ત્યાં મોર્નિંગ વોક કરવા જવાનું ગમતું. ફોટોગ્રાફીનો નાનપણથી જ શોખ એટલે કેમેરા સાથે લઈને જ જતો. વર્ષોથી પાડેલા અસંખ્ય ફોટા જોઈને તેને પુસ્તકના રૂપમાં પ્રગટ કરવાનો મને મારા માતા મધુરીબહેન કોટક અને પુત્ર મનન કોટકે સૂચન કર્યું હતું. એને પગલે જ આ પુસ્તક પ્રગટ કર્યું છે.'






દિલીપ જોશી અને મનોજ જોશી




પાર્થિવ ગોહિલ અને એમના ટીવી અભિનેત્રી, ગાયિકા પત્ની માનસી પારેખ સાથે


પુસ્તકની તસવીરો માટે કેપ્શન લાઈન્સ લખી છે ગૌરવ દેસાઈ અને એમના પત્ની શિમોને. ગૌરવે સ્ટેજ પર વાર્તાલાપ કાર્યક્રમનું મોડરેટર તરીકે સંચાલન કર્યું હતું






જુહૂના દરિયાકિનારે મોર્નિંગ વોક લેવા જતા મૌલિકભાઈ પિતા વજુ કોટકની જેમ હંમેશાં ખભે કેમેરા લટકાવીને ઘરબહાર નીકળે. વહેલી સવારે, બપોરે અને સાંજે… જ્યારે સમય મળે ત્યારે ક્લિક ક્લિક કરતા જાય. એમાંથી તૈયાર થયું ‘લાઈફ ઓન જુહૂ બીચ’ નામનું અદ્દભુત ફોટો-પુસ્તક.


દેવેન ચોક્સી અને આનંદ પંડિત સાથે મૌલિક કોટક




પુસ્તક વિમોચન પ્રસંગે 'ચિત્રલેખા'નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક (જમણે)ની સાથે રાજુલબેન મૌલિક કોટક (ડાબે) અને અદિતી મનન કોટક




ફિટનેસ ટ્રેનર મિકી મહેતાએ પણ મૌલિક કોટકને પુસ્તક પ્રગટ કરવા બદલ અભિનંદન આપ્યા


ફિટનેસ ટ્રેનર મિકી મહેતા














ગૌરવ દેસાઈ


મહેમાનોને આવકારતા મનન કોટક. 'મારા પિતાને ફોટોગ્રાફીનો અત્યંત શોખ છે. એમણે છેલ્લા 18 વર્ષમાં જુહૂ બીચ પર પાડેલી અનેક તસવીરોમાંથી અમુક વિશેષ તસવીરોને આ પુસ્તકમાં સામેલ કરવામાં આવી છે.'




‘લાઈફ ઓન જુહૂ બીચ’ પુસ્તકનું વિમોચન પ્રસંગે 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણી તથા 'ચિત્રલેખા' પરિવારનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.




'ચિત્રલેખા' પરિવારના સભ્યો


'ચિત્રલેખા'ના વેન ડિસોઝા અભિનેતા મનોજ જોશી સાથે


પુસ્તક વિમોચન પ્રસંગે 'ચિત્રલેખા'નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક સહિત કોટક પરિવારનાં સભ્યોએ હાજરી આપી હતી.




ગૌરવ દેસાઈ, શિમોન, મૌલિક કોટક, મનન કોટક અને અદિતી મનન કોટક


મૌલિક કોટક એમના પત્ની રાજુલબેન, પુત્ર મનન, પુત્રવધુ અદિતી અને પૌત્રી તનાયા સાથે




આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અને ટીકર, બાદશાહના સહયોગમાં કરવામાં આવ્યું હતું.


(તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર)

‘લાઈફ ઓન જુહૂ’ બીચ પુસ્તક ખરીદવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ
https://chitralekha.com/product/lifeonjuhubeach/