ઐશ્વર્યા જ્યારે પ્રેસ ફોટોગ્રાફરો પર ખિજાઈ ગઈ…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને ૨૦ નવેમ્બર, સોમવારે તેનાં સદ્દગત પિતા કૃષ્ણરાજ રાય જન્મતિથિનો દિવસ મુંબઈમાં વિશેષ રીતે ઉજવ્યો હતો. એણે સ્માઈલ ટ્રેન ઈન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગમાં સુશ્રુષા હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં તેના માતા બ્રિંદા રાય, પુત્રી આરાધ્યા તથા અન્ય ઘણા બાળકો પણ હાજર હતા. એ વખતે પ્રેસ ફોટોગ્રાફરો તસવીરો ખેંચવાની હુંસાતુંસીમાં ખૂબ બૂમાબૂમ અને અવાજો કરતા હતા એટલે ઐશ્વર્યા એમની પર ભડકી ગઈ હતી. ઐશ્વર્યાએ ફોટોગ્રાફરોને ખિજાતાં કહ્યું કે ‘તમે લોકો શાંતિ રાખો. આ કંઈ કોઈ ફિલ્મનો પ્રીમિયર શો કે જાહેર સમારંભ નથી. પ્લીઝ જરા માન જાળવો. આ શું બૂમાબૂમ કરી રહ્યા છો? તમારી બૂમાબૂમથી આ બાળકો ડરી ગયાં છે.’ ગુસ્સામાં બોલતી વખતે ઐશ્વર્યાની આંખોમાંથી આંસુ બહાર આવી ગયાં હતાં. આ કાર્યક્રમમાં એ ૧૦૦ બાળકો પણ હાજર હતાં જેમનાં ફાટી ગયેલા કે વાંકા થઈ ગયેલા હોઠની સર્જરી માટેનો ખર્ચ સ્પોન્સર કરવાની ઐશ્વર્યાએ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાનાં પિતાનું ગયા માર્ચમાં નિધન થયું હતું.

ઐશ્વર્યા તેની માતા બ્રિંદા રાય અને પુત્રી આરાધ્યા સાથે

પ્રેસ ફોટોગ્રાફરોને શાંતિ જાળવવાનું કહેતી ઐશ્વર્યા